Showing posts with label એકલા જ આવ્યા મનવા.. એકલા જવાના. Show all posts
Showing posts with label એકલા જ આવ્યા મનવા.. એકલા જવાના. Show all posts

Monday, August 30, 2010

એકલા જ આવ્યા મનવા.. એકલા જવાના સાથી વિના, સંગી વિના એકલા જવાના.......

એકલા જ આવ્યા મનવા..

એકલા જવાના

સાથી વિના, સંગી વિના

એકલા જવાના

.

એકલા જવાના મનવા, એકલા જવાના

સાથી વિના, સંગી વિના

એકલા જવાના

એકલા જવાના, એકલા જવાના

.

કાળની જ્યારે કેળીએ, કાયા નાં સાથ દે

કાળી કાળી રાત્રિએ છાયા નાં સાથ દે

કાયા નાં સાથ દે ભલે

છાયા નાં સાથ દે ભલે

પોતાનાં જીવનથી

પોતાનાં વિનાના

સાથી વિના, સંગી વિના

એકલા જવાના

એકલા જવાના, એકલા જવાના

.

આંખની કીકલાની કિરતાર એકલો

એકલા જીવો ને એનો, આધાર એકલો

એકલા રહી એ ભલે

વેદના સહી એ ભલે

એકલા રહી ને ભેરી થાવું રે બધાના

સાથી વિના, સંગી વિના

એકલા જવાના

એકલા જવાના, એકલા જવાના

.

એકલા જવાના મનવા

એકલા જવાના

સાથી વિના સંગી વિના

એકલા જવાના

એકલા જવાના, એકલા જવાના