Monday, August 30, 2010

રાખ નાં રમકડા….ને રામે, મારા રામે, રમતા રાખ્યા રે

રાખ નાં રમકડા….ને રામે,
મારા રામે, રમતા રાખ્યા રે
મૃત્યુ લોકની માટીમાંથી,
માનવ થઇ ને વાગ્યા … હે રાખ નાં રમકડા…
.
બોલે ડોલે, રોજ રમકડા
નિત નિત રમત્યું માંડે..હો
આ મારું આ તારું કહી ને
એક બીજા ને ભાંડે રે…રાખ નાં રમકડા…
રમકડા …
.
હે મારા રામે રમતા રાખ્યા રે…
મૃત્યુ લોકની માટીમાંથી
માનવ થઇ ને વાગ્યા .. રાખ નાં રમકડા ..
.
કાચી માટી ની કાયા માથે
માયા કેરા રંગ લગાયા .. રંગ લગાયા
ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યા .. ત્યાં તો..
ભીંજવ્યા ?ભીંજાયા રે…હે રાખ નાં રમકડા ..
રમકડા …
.
હે મારા રામે રમતા રાખ્યા રે..
મૃત્યુ લોકની માટીમાંથી
માનવ થઈ ને વાગ્યા .. હે રાખ નાં રમકડા ..
.
અંત અનંત નો, તંત ન તૂટીયો
ને રમત અધૂરી રહી ….
મનડા ને તનડા ની વાતો
આવી એવી ગઈ ..રે … રાખ નાં રમકડા …
રમકડા…
.
હે મારા રામે રમતા રાખ્યા રે
મૃત્યુ લોકની માટીમાંથી
માનવ થઈ ને વાગ્યા .. હે રાખ નાં રમકડા ..
.
રાખ નાં રમકડા ને રામે, હે મારા રામે રમતા રાખ્યા રે
મૃત્યુ લોકની માટીમાંથી
માનવ થઈ ને ભાખ્યા .. હે રાખ નાં રમકડા ..
હો રાખ નાં રમકડા , હે રાખના રમકડા
હો…..

No comments:

Post a Comment